આમંત્રણ
કચ્છના કડવા પાટીદારોના માદરે વતન, આસ્થાના કેન્દ્ર સમા વાંઢાય-કચ્છમાં મા ઉમિયાની પ્રાગટય પાવન ભૂમિ ઉપર ચતુર દિવસીય ઐલૌકિક અમૃત મહોત્સવમાં સર્વે માઇ ભક્તોને પધારવા તેમજ મા ઉમિયાના સાનિધ્યમાં જયારે આવો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે ત્યારે એ પ્રસંગના સાક્ષી બનવા આગોતરૂં આમંત્રણ સ્વીકારશો.
આગામી ૨૫મી ડિસેમ્બરના રોજ વાંઢાય ખાતે મહોત્સવ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞના યજમાનોની ભવ્ય ઉછામણી રાખવામાં આવેલ છે. તેમાં સૌ માઇ ભક્તોએ ઉમંગભેર ભાગ લેવા વિનંતી છે.
પ્રારંભ તા. ૨૭-૦૩ ૨૦૨૩, ચૈત્ર સુદ-૬
પૂર્ણાહુતિઃ તા. ૩૦-૩-૨૦૨૩, ચૈત્ર સુદ-૯ (રામનવમી)
સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં વિવિધ કુંડનો મહિમા
તા.ક. આ સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં ભાગ લેવો એ આપણા જીવનનો એક અનેરો મહત્વનો લાવો ગણાશે, ભાગ લેનાર દાતાશ્રીઓને સંસ્થાનવતી પ્રસાદીરૂપે પ્રતીક ભેટ પણ અપાશે।